Friday, November 7, 2008

પ્રક્રુતિનુ સામિપ્ય,
જાણે કે,
એક જિવન જિવ્યાનો અનુભવ,
વૃક્ષ,પાન, ડાળ,ફુલો,જાણે કે,
મારુ જ અસ્તિત્વ,
ક્યારેક,
હુ કોઇ પવનની લહેરખી બની હોઉ,
કે પછી,
કોઇ વાદળી બની વરસી હોઉ,
કોઇ નદીનુ વહેણ કે,
કોયલનો ટહુકો બની હોઉ,
કે પછી,
કોઇ સુન્દર મજાના ફુલની,
સુવાસ બની પ્રસરાઇ હોઉ,
બધુ જ શક્ય છે,
મારા રોમે-રોમ માથી,
ખુશી ટપકે છે,
એક સનાતન સત્યતા,
પ્રકૃતીની અલ્લડતા બની ને,,,

No comments: