Friday, November 7, 2008

આજે મૌસમનો પ્રથમ વરસાદ. આજ અમારી માટીને મહેંકવાનો મોકો મળ્યો અને ધરતી જાણે કે આળસ મરડીને ઉભી થઇ હોય એવું અચાનક લાગવા માંડ્યું, તેના મનમાં ઉથલ-પાથલ છે; મારી પણ એ જ સ્થિતી છે... ખબર નથી કેમ પણ આ વરસાદ ઝ્ણઝ્ણાટી કરાવે છે, બસ મૌસમનાં પ્રથમ વરસાદમાં ભીંજાવાનો આનંદ જ કંઇક અનેરો છે... એ દિવસો તો ગયા કે સુંદર મજાની હોડી બનાવીને તરતી મુકીએ, પણ હા હજી ભીંજાવાના દિવસો નથી ગયા; જેમ તે મન ભરીને વરસી શકે છે એટલે કે બક્શી સાહેબનાં શબ્દોમાં કહું તો જેમ એ દિલ ફાડીને વરસી શકે છે તેમ હું પણ મન ભરીને ભીંજાય શકું છું! હજી મને ’રેઇનકોટી’ રોગ લાગુ નથી પડ્યો તે અહેસાસ આનંદ કરાવી જાય છે... આજે લોકો પાસે ભીજાવાનો સમય નથી રહ્યો તે હું અનુભવી શકુ છું એટલેજ મને મારી આ અવસ્થા હજુ પસંદ છે... એ ચાલુ વરસાદની ’લોંગ ડ્રાઇવ’ અને તે બુંદોનું ચહેરા પર પડવું તે અહેસાસ જ રોમાંચીત કરી મુકે છે... પાંદડાં પર બુંદોનું ઝળકવું અને માટી ની મીઠી-મીઠી મહેંક, વરસાદ બાદ પણ વૃક્શો નું વરસતું રહેવું અને ખૂબ જ ભીંજાયા પછી પણ અંતરની એક હુંફ નો અનુભવ... બધુ જ સુંદર લાગે છે; વૃક્શો, ડાળીઓ, પાંદડાં, રસ્તાઓ, નાનકડાં ખાબોચીયાં... દરેકને એક નવો અર્થ મળે છે; તળાવને છલકવાનું સૌભાગ્ય પ્રપ્ત થાય છે; કદાચ માણસ પણ છલકાય શકતો હોત !ફુલોને ખીલવાનું એક બહાનું મળે છે, વૃક્શોને નીતરવાનો મોકો મળે છે, આકાશને વરસવાનો રસ્તો મળી રહે છે, કાશ માણસ પણ પોતાની લાગણીને મન ભરીને વરસાવી શકતો હોત ! ખૂબ જ મજાનો દિવસ છે, ભીંજાય શકવાનો અને ભીંજાયા રહેવાનો આનંદ, એક અનેરો સંબંધ બંધાય છે વરસાદ અને માટી વચ્ચે અને જન્મે છે માટીની મીઠી મહેંક, તેને જીવંતતા મળે છે, ઘણું બધું પ્રગટે છે ધરતી માંથી... નાના હતાં ત્યારે કીચડમાં રમી શકતાં અને ખૂબ જ મજા કરતાં, હોડીઓ બનાવતાં અને તરતી મુકતાં...અને સાથે વડીલોનો છુપો ડર તો રહેતો જ કે હમણાં as usual dioualouge બોલસે: ’વરસાદમાં વધારે પલળીશ નહીં, શરદી થૈ જશે...’ એ લોકોને શું ખબર કે આ શરદી થવાની તો રાહ જોઇએ છીએ, એની પણ એક મજા છે...કેવી કરુણતા છે ને ઉંમર વધવાની સાથે માણસ દરેક રોમાંચ ભુલી જાય છે, નાના હતાં ત્યારે શાંતીથી સાંભળતાં ’ને ધાર્યુ જ કરતાં, આજે પણ કાંઇજ ફેર નથી પડ્યો, હવે આ dioulouge નો જરા જુદો જવાબ હોય છે કે આ તો ભીંજાવાના દિવસો છે, મન ભરીને ભીંજાવાના દિવસો... કદાચ આખી જીંદગી આ ભીંજાય શકવાની જાહોજલાલી જાળવી શકાતી હોત !

3 comments:

Unknown said...

આજે મૌસમનો પ્રથમ વરસાદ.

ખરેખર મજા આવી ગઇ, તુષાર શુકલની એક રચના યાદ આવી જાય છે...

ભિંજીએ ભિજાઇએ વ્‍હાલમાં વરસાદમાં
ચાલને ચાલ્‍યા જઇએ હાથ લઇને હાથમાં

આવ પહેરાવું તને એક લીલુછમ ગવન
હું ધટા ધેધુર ઓઢુ આજ અષાઢિ ગવન
------------------
આવું સરસ લખતા રહો...

naman said...

are aa tame pachu guj ma type karyu..

rajula said...

"વરસાદની મૌસમ તો જાણે ક્યારે આવશે,
તારા લખાણથી જ માત્ર નખશિખ પલળી ગયા..."
-રાજુલા