Friday, November 7, 2008

મૌનનો વિસ્તાર છે ને શબ્દોની છે શાંતી...
ને એમા મારૂ લાગણીભીનુ અસ્તિત્વ..
ક્યાક શોધે છે મને તો ક્યાક શોધે છે કોઈકને
પણ મૌનની પરિભાષા સમાજાતી નથી સહેવાતી નથી
ક્યાક મૌન પડછાયો બને છે તો ક્યાક તડકો
ક્યાક એ રેત બને છે તો ક્યાક સાગર
ક્યાક એ વાચા બને છે તો ક્યાક રૂદન
કદાચ રૂદન પણ એક વાચા જ છે ને લાગણીની
મૌનનો રંગ પણ છે વાદળનો અને તેનો સ્વભાવ પણ...
ક્યારેક વર્ષી પડે છે વિના શબ્દે
અને
ક્યારેક તરસી જાય છે છતાં શબ્દે
બસ
મૌનનો વિસ્તાર અને હુ એકલી અટુલી
ના,
મારા અસ્તિત્વ સાથે
જેનો એક ટુકડો મને મળ્યો છે
અને
બિજા ટુકડાની તલાશમાં છું
કદાચ મારી આસપાસ જ છે
કદાચ તેને શોધી નથી શકતી
કદાચ સમજી નથી શક્તી
શાયદ એ મને શોધશે...
મારૂ અસ્તિત્વ મને શોધશે.
જેમ પાણી પોતાનો રસ્તો કરીને દરીયા મા અંતે સમાય જ છે
તેમ મારૂ અસ્તીત્વ પોતાનો રસ્તો કરીને મને પૂર્ણતા આપશે...

5 comments:

Rajan Thakkar said...

મૌનનો વિસ્તાર છે ને શબ્દોની છે શાંતી...

really a gud one...!!!

rajula said...

superb!!!

naman said...
This comment has been removed by a blog administrator.
naman said...

One of the best I like...

મૌનનો વિસ્તાર છે ને શબ્દોની છે શાંતી...
ને એમા મારૂ લાગણીભીનુ અસ્તિત્વ..
ક્યાક શોધે છે મને તો ક્યાક શોધે છે કોઈકને
પણ મૌનની પરિભાષા સમાજાતી નથી સહેવાતી નથી
ક્યાક મૌન પડછાયો બને છે તો ક્યાક તડકો
ક્યાક એ રેત બને છે તો ક્યાક સાગર
ક્યાક એ વાચા બને છે તો ક્યાક રૂદન
કદાચ રૂદન પણ એક વાચા જ છે ને લાગણીની
મૌનનો રંગ પણ છે વાદળનો અને તેનો સ્વભાવ પણ...
ક્યારેક વર્ષી પડે છે વિના શબ્દે
અને
ક્યારેક તરસી જાય છે છતાં શબ્દે
બસ
મૌનનો વિસ્તાર અને હુ એકલી અટુલી
ના,
મારા અસ્તિત્વ સાથે
જેનો એક ટુકડો મને મળ્યો છે
અને
બિજા ટુકડાની તલાશમાં છું
કદાચ મારી આસપાસ જ છે
કદાચ તેને શોધી નથી શકતી
કદાચ સમજી નથી શક્તી
શાયદ એ મને શોધશે...
મારૂ અસ્તિત્વ મને શોધશે.
જેમ પાણી પોતાનો રસ્તો કરીને દરીયા મા અંતે સમાય જ છે
તેમ મારૂ અસ્તીત્વ પોતાનો રસ્તો કરીને મને પૂર્ણતા આપશે...
-શ્લોકા

naman said...

hi.. again recalled this awesome creation... the best... too good :)
N joy :)