Wednesday, November 19, 2008

આહલાદકતાનો વ્યાપ...

શિયાળો એટ્લે આહલાદકતાનો વ્યાપ, માણસો ને ખિલવાની ઋતુ, પંખીના ચિચિયારાની ઋતુ, આળસ ખંખેરવાની ઋતુ... શિયાળામા લાગે જાણે કે સવાર પણ આળસ મરડીને બેઠી થાય છે... ગુલાબી ઠંડીના અહેસાસથી રોમ રોમમા આહલાદકતા વ્યાપી જાય છે... આ ઋતુની સવાર ની બે અલગ અલગ મજ્જા છે. એક તો બ્લેંકેટ્મા ટુટીયુ વાળીને ભરાઈ રહેવાની મજ્જા અને એક વહેલી સવારે ભારેખમ હ્રદયે બ્લેંકેટ્ને અલવિદા કહીને કુદરતને માણવાની મજ્જા,,, બ્લેન્કેટ્મા ભરાયેલા લોકો સપનામા કુદરતની સુન્દરતાને માણે છે અને અલવિદા કહેવા વાળા લોકો વાસ્તવીક કુદરતની સુન્દરતાને માણે છે... સાચા અર્થ મા કહીયે તો હટ્ટા કટ્ટા થવાની છે આ ઋતુ...
વહેલી સવારે ચાલવા નિકળી પડવુ, સ્વાશમા આહલાદકતા ભરવી અને ઉચ્છવાસમા આહલાદકતા નિકળવી, રોમ રોમ રોમાંચિત થવુ, રંગબીરંગી ફુલોની દુનિયા, નિરો પિવો, તાપણામા હાથ-પગ શેકવા, જુદા જુદા રસ પિવા, વાયરાના એક ઠંડા જોકાથી ધ્રુજી ઉઠવુ, હચમચી જવુ, આહાહા શુ સુન્દર દુનિયા રચાય છે ... દરેક માણસ લાગણીઓના જોકાથી હચમચી જતો હોત તો... કાશ... આ ઋતુમા નિશ્ઠુરતાને એક વિરામ મળે છે અને બધુ જ સજીવન લાગે છે, રસ્તાઓ પણ... ખબર જ ના પડે કે રસ્તો ચાલે છે કે માણસોના પગ??? આ ઋતુને માણવે એ પોતાનામા જ એક સુન્દર મજ્જાનો અહેસાસ છે હ્રદય મન પ્રફુલ્લિત થવુ, શુધ્ધ હવા મળવી એ બધુ જ શક્ય બને છે,,, આ ઋતુમા આંતરિક અને બાહ્ય એમ બન્ને સુન્દરતા ખિલવી શકાય છે... થોડી ઠંડી પડૅવાની શરુઆત થાય એટ્લે સામ્ભળવા મળે કે સ્વેટર પહેરીને નિકળજે, સ્કાર્ફ મફલર પહેરજે હવા લાગશે, પણ ગુલાબી ઠંડીને માણવી એ કૈ જેવો તેવો અનુભવ નથી,,, ક્યારેક કડકડૅતી ઠંડીને માણવાનો અનુભવ પણ લેવો જોઇયે, એ બરફ થવાની મજ્જા જ અનેરી છે...આમ તો સ્કાર્ફ, સ્વેટર, શાલ, મફલર, ઓવર કોટ, વીંડ-ચિટર, વાન્દરા ટોપીની રંગબીરંગી દુનિયા એટ્લે શિયાળો... જુદા જુદા રંગોના સ્વેટર , સ્કાર્ફ પહેરેલા બાળકોની દુનિયા પણ સરસ હોય છે, એ નાના ચહેરા ગુલાબી અને રતુમ્બડા બની જાય છે ત્યારે તે ચહેરામાથી કૈક વધારે જ નિર્દોષતા ટપકે છે, ઠંડીને માણવાનો લહાવો ચુકવા જેવો નઈ...
ગામડાની શિયાળાની સવાર એટ્લે એક અનેરો અનુભવ, વહેલી સવારના પ્રભાતિયા, ક્યાકથી ગાડાનો ટક ટક અવાજ, ફળીયામા બનાવેલા ચુલા પર ગરમ પાણી મુકવુ અને સાથે સાથે એ ચુલાની ગરમી થી શરીરનુ શેકાવુ, જુદા-જુદા પાક ખાવા, મોઢામા પાણી નાખવાની હાલત પણ ના હોવા છતા દાતણ કે બ્રશ કરવુ, શિયાળાની સવારમા સૌથી મોટા દુશ્મન પાણીથી જેમ-તેમ જેમ-તેમ નહાવુ આ બધી જ વસ્તુની મજ્જા મેળવિયે છે... નહાવામા તો કોઈપણ ઉમરની વ્યક્તી નાનુ બાળક બની જાય, એ નહાવાથી શરીરને કેટલુ બધુ કષ્ટ પડે...
ઓળો રોટ્લો ખાવાની મજ્જા એટ્લે શિયાળો, એ ચુલામા શેકેલા રિંગણની સુવાસ અને એ હાથેથી થાપેલા રોટલાની મિઠાશ... વાહ રે વાહ... સાથે માખણ, ઘી, ગોળ, જાડી મુછો થાય એવી છાશ,,, મજ્જા જ કૈ ઓર છે... ટુંક મા, અનેક રસ નુ સાયુજ્ય એટ્લે શિયાળો... નાના બાળકોને એક જ ઈચ્છા હોય શિયાળામા કે કાશ આજે સ્કુલમા રજ્જા હોય તો, પણ આ નિર્દયી, નિશ્ઠુર સ્કુલ વાળાને નાનકડા બાળ પર ક્યાથી દયા આવે... આમ શિયાળો એટ્લે મસ્તીની, ઉમંગભરી,રંગબીરંગી, ખિલવાની મૌસમ...

8 comments:

Krishna The Universal Truth.. said...

wah...superb shloka majja avi ho...yaar aa thandi ni shu nu shu nathi karavti...kem?? pan ha thandi ma ghani badhi pravruti evi hoy che ke chahva chhata shakya nathi...

jem ke savare thanda pani thi nahvani majja....try karje majja avshe...hu to roj em karu chu...neways..keep it up...

દિલ મા છુપાએલી એક વાત said...

heeeeeeeee??????????????????
KrishnaG aava kaam karai...? na,kyarey nai ho..... Thanda pani thi navanu Sambhali ne Thandi to Udi j jai Pan Parasevo Wali jay...


Bdw ShlokaG me pahela j kahyu tu pan yaad nathi aavyu. 3 vastu no Sangam etale Shloka. have bolo class kyare chalu karo chho. mare Join karva Chge.........

Unknown said...

શ્લોકા
ખૂબ જ સરસ લખેલ છે, વાંચવાની મજા આવી ગઇ... પ્રકૃતિ વર્ણના નિબંધો વાંચતા હોઇએ એવું લાગ્યું... સરસ આવું લખતા રહો... અગાઉ જુના લેખકો પ્રકૃતિ વર્ણન સરસ લખતા હતા, ધીમે ધીમે એ લુપ્‍ત થતું થાય છે...
ઝાકળ

Arvind Patel said...

ખૂબજ સુંદર લેખ. પરંતું થોડી જોડણીની ક્ષતિ નડે છે.

મારી પોતાની યાદ તાજી થઈ ગઈ.

શિયાળાની શનિવારની સવારે અમારી આખી પ્રાયમરી સ્કૂલ ખેતરોમાં પહોંચી જતી.

ત્યાં ખુલ્લમાં બેસીને વહેલી સવારનાં કુણાં કુણાં તડકામાં ભણવાની મઝાજ કઈં ઓર હતી.

Unknown said...

દરેકને બાળપણ યાદ અપાવે તેવા શબ્દો. હું નાનો હતો ત્યારે લાગતુ ઉનાળાનુ વેકેશન શિયળામા કેમ નથી હોતુ ? સવારના ઉઠી પહેલિ રામાયણ નાવાની થાતી, પછી ખુલ્લી ઘોડ-ગાડીમા ઠરતા સ્કુલે જવાની થતી. આ બધા ચિત્રો માનશપટલ પર તાજા થઈ ગયા. બાળપણની યાદ અપાવવા બદલ આભાર.

gujarati asmita said...

saras lakhan chhe.....jodani ni bhulo aankhe valagti hoy tevu lage chhe.... varnan bahu saras chhe....
Ashok

વિચારો નો વૈભવ ને શબ્દો ની જાહોજલાલી,,, said...

આભાર સૌ મિત્રોનો... હા જોડણીની ભુલો છે જ ... એક્ચ્યુલી મને જેટલી જોડણી સાચી આવડતી તી તે લખવાની કોશિશ કરી... અને કોઇ પ્રુફ રીડીંગની હેલ્પ કરી શકે એવુ નથી તેમ છતા હવે થી ધ્યાન રાખિશ...

sneha-akshitarak said...

wah..khub sundar dear..haji to joie evo shiyalo nathi aavyo pan te aa lekh lakhi ne jane e feel karavi didho baka..aa badha kahe che jodni nu e dhyaan rakhje pan tense na thais ena thi..ha sudharvano try karti ja ..pelu kahyu che ne k prayatno safal thai jay che...bas em j..aavu saras j lakhti raheje dil thi...all d best.