ગગો પ્રેમ મા પડવુ પડવુ કરે સે,
પસી પડી ને પસ્તાય તો કેતો નઇ,
સોડીની આઁખ્યુમા સમન્દર ઝુવે સે,
પસી એક ટીપા માટે તરસી ઝાય તો કેતો નઇ,
સોડીના કેશ ઘેઘુર ઘટા લાગે સે,
પસી ઇ ઘટામા હપડાઇ ઝવાય તો કેતો નઇ,
સોડીના પ્રેમમા મરવાની વાતુ કરે સે,
પસી અધમુવા થૈ ઝવાય તો કેતો નઇ,
સોડીની વાત્યુમા હાળો ખોવાઇ ઝાય સે,
પસી બધુ ખોવાઇ ઝાય તો કેતો નઇ,
અમે તો ઝરા સેતવણી આયલી સે,
પસી ઝેમ તેમ, ઝેમ તેમ અમને કેતો નઇ,,,
Friday, November 7, 2008
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
gagi have tane shu kahu?? kaik mast mast kehvu tu pan chal javade rubaru ma kahish....
Post a Comment