Tuesday, December 16, 2008

લગ્ન-મંડપમા બેઠેલી એક નવોઢા,
સેંકડો અરમાનોને પોતાના ઘુંઘટમા છુપાવતી,
ફરજોની સપ્તપદીમા પ્રવેશે છે,
અને,
આંખોમા હજારો સપનાઓને સજાવીને,
પોતાની બાલીશતા, નટખટપણાને,
માત્રુગ્રુહે છોડીને,
એક નવી જ દુનિયામા પગલા પાડે છે,
એક મીઠી વેદના,
એક ખામોશ ગભરાહટને ઉરમા સંકોરતી,
શબ્દોને સંકેલતી,
પોતાના અવ્યકતપણાને દર્શાવે છે,
બસ,
નિ:શબ્દ બની ને,,,

2 comments:

divya said...

nice yar u r simpaly gr8

Anonymous said...

very nice,
AChhandash poem on Navodha.
congrates,