Tuesday, December 16, 2008

લગ્ન-મંડપમા બેઠેલી એક નવોઢા,
સેંકડો અરમાનોને પોતાના ઘુંઘટમા છુપાવતી,
ફરજોની સપ્તપદીમા પ્રવેશે છે,
અને,
આંખોમા હજારો સપનાઓને સજાવીને,
પોતાની બાલીશતા, નટખટપણાને,
માત્રુગ્રુહે છોડીને,
એક નવી જ દુનિયામા પગલા પાડે છે,
એક મીઠી વેદના,
એક ખામોશ ગભરાહટને ઉરમા સંકોરતી,
શબ્દોને સંકેલતી,
પોતાના અવ્યકતપણાને દર્શાવે છે,
બસ,
નિ:શબ્દ બની ને,,,

Thursday, December 11, 2008

આભાસી જાંજવાના જળ ,
જાણે કે,
મારી જ પ્યાસનો પડછાયો,
અને,
હુ હરણાનુ એક સ્વરુપ,
પણ,
મારી પ્યાસનો વિસ્તાર છે
અનંતતાના બે છેડા,
અને,
આ પ્યાસ સામે ઝઝુમતી મારી હૈયાવરાળ,
એક નિશ્ફ્ળ પ્રયાસ સાથે,
કે,
ક્યારેક જરુર બુજાશે,,,
तेरे दिल-ऐ- आशियाने में मेने कदम है रखे,
जहनमें खुशियो के गुलदस्ते है रखे,
इन हवओमे तेरे प्यार के हसीं पल है रखे,
अपनी हर बातोमें तेरे लब्ज़ है रखे,
बस जायज़ हे यु महोब्बतमें खो जाना,
एक दुसरे को पलकों के दामन में है रखे,,,

Wednesday, December 10, 2008

મારી અધુરપમા ભરી છે પુર્ણતા એણે,
એક મધુર અહેસાસને વલોવ્યો છે એણે,
મારા સ્વત્વને આપ્યો છે એક અર્થ એણે,
અને મારા મારાપણાને શોધી આપ્યુ છે એણે,,,

Tuesday, December 9, 2008

મારા હ્રદયમા સમાયા કાળા-ડીબાંગ વાદળો,
ક્યાક તારી નફરતનો પડછાયો તો નથી ને?
મારા અંતરમા સમાયા ધસમસતા સમન્દર,
ક્યાક તારી અપુર્ણ તૃશાનો લિસોટો તો નથી ને???
મારી અપેક્ષાઓને ધુળમા મળતી જોઇ,
ને સપનાની ચિતા સળગતી જોઈ,
મારી ઈચ્છાઓને સળવળતી જોઈ,
ને કલ્પનાઓની રાખ ખરતી જોઈ,
મારી અભિલાશાઓને ફરફરતી જોઈ,
ને સમયની રેતને સરતી જોઈ...
મારા હ્રદયના અવકાશમા તે રંગ પુર્યા,
તારા પ્રેમ, લાગણીના છોડ તે ઉછેર્યા,
મારી આખોના સ્વભાવમા તે જામ ઉમેર્યા,
તારા વિચારોની પરીભાશાના પાના તે ભેળવ્યા,
મારા સ્વાસના સંબન્ધ મા તે ઉચ્છવાસ બન્ધાવ્યા,
તારી લાગણીઓ ના ભિના બન્ધ તે તોડાવ્યા,,,

Monday, December 8, 2008

ઘનઘોર્ સાંજ ને લાગ્યો છે મારી ઉદાસીનો રંગ,
અને હ્રદયને લાગે છે કઈક ભાર ભાર સમ,
એ એકલતા મારી મને કોરી કોરી ખાય ,
ને મારા શમણાના પ્રદેશને ચોરી ચોરી જાય,
છે મારી બસ એક આકાંક્ષા અધુરી,
કે મારા મ્રુત્યુ સમયે ના હોય વ્યથાઓ તુરી,,,